નવી દિલ્હીઃ કોરોના (Coronavirus) બાદ હવે સમગ્ર દેશમાં બ્લેગ ફંગસ (Black Fungus) એટલે કે મ્યૂકોરમાઇકોસિસ (Mucormycosis) મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ ફંગસના દેશમાં કુલ 7250 કેસ સામે આવ્યા છે અને 219 લોકોના મોત થયા છે. આ રોગના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં 90 લોકોના આ રોગને કારણે મોત થયા છે. આ દરમિયાની દિલ્હીની એઇમ્સ (Delhi AIIMS) હોસ્પિટલના ડોક્ટરે મોટું નિવેદન આપ્યું છે.
દિલ્હી એઇમ્સના ડિપાર્ટમેન્ટ ઓફ એન્ડ્રોક્રિનોલોજી એન્ડ મેટાબોલિસમના હેડ ડો. નિખિલ ટંડને (Dr. Nikhil Tandon, Prof & Head, Dept of Endocrinology & Metabolism) કહ્યું, મ્યુકર હવાથી પણ ફેલાઈ શકે છે. જો વ્યક્તિ તંદુરસ્ત હોય તો કોઈ ચિંતાનું કારણ નથી. મ્યુકરની ફેફસામાં પ્રવેશવાની શક્યતા ખૂબ ઓછી છે. આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય શરીર તેની સામે લડવા સક્ષમ હોય છે.
પહેલા એવું કહેવાતું હતું કે જે કોરોના દર્દીને વધારે સ્ટેરોઈડ આપવામાં આવી હતી તેમને બ્લેક ફંગસનું જોખમ વધારે હતું. પરંતુ હવે જાણવા મળ્યું છે કે, માત્ર સ્ટેરોઈડ જ બ્લેક ફંગસ માટે જવાબદાર નથી. પરંતુ જો સાફ સફાઈ પર ધ્યાન આપવામાં ન આવ્યું હોય તો પણ બ્લેક ફંગસ ફેલાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
એક્સપર્ટ દાવો કરી રહ્યા છે કે, દેશમાં જે રીતે ઓક્સિજન દર્દી સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, તે પણ બ્લેક ફંગસનું જોખમ ઉભું કરી શકે છે. દલીલ એવી છે કે જ્યારે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા અને ઓક્સિજનની માગ ઘણી વધી ગઈ હતી ત્યારે ઓક્સિજન સિલિન્ડરની સફાઈ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઘણી વખત તેને ડિસ ઇન્ફેક્ટ પણ કરવામાં આવ્યું ન હતું. એ જ કારણે બ્લેક ફંગસનું જોખમ ઉભું થયું છે.
જાણકારી આપવામાં આવી છે કે, બ્લેક ફંગસ બધી જ ગ્યાએ છે. શું માટી, શું વૃક્ષ અને શું સડેલી બ્રેડ, એર કડન્શીનના ડ્રિપ પેનમાં પણ બ્લેક ફંગસ છે અને કોઈપણ જગ્યાએથી ફેલાઈ શકે છે. એવામાં એક્સપર્ટ ભાર મુકી રહ્યા છે કે સાફ-સફાઈ અને ક્વોલિટી પર ઘણું ધ્યાન આપવાની જરૂરત છે. ઉપરાંત એન્ટી ફંગલ ડ્રગ પણ જરૂરતથી વધારે લેવાથી જોખમી સાબિત થઈ શકે છે અને વધારે માત્રામાં સ્ટેરોઈડ લેવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે.
દેશના કયા કયા રાજ્યોમાં છે બ્લેક ફંગસના કેસ
રાજ્યો | કેસ | મૃત્યુ |
મહારાષ્ટ્ર | 1500 | 90 |
ગુજરાત | 1200 | 61 |
મધ્યપ્રદેશ | 575 | 31 |
હરિયાણા | 268 | 8 |
દિલ્હી | 203 | 1 |
ઉત્તર પ્રદેશ | 169 | 8 |
બિહાર | 103 | 2 |
છત્તીસગઢ | 101 | 1 |
કર્ણાટક | 97 | 0 |
તેલંગાણા | 90 | 10 |
Ahmedabad: આ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના ઈંજેક્શન ન હોવાના લગાવાયા બોર્ડ, દર્દીના પરિવારજનો પરેશાન