International Flight Ban: કાર્ગો અને પહેલાથી  અનુમિત પ્રાપ્ત ઇન્ટનેશનલ ફ્લાઇટ પર  ચાલું રહી શકે છે, નિયમિત યાત્રી ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિંબધ લંબાવાયો છે.


 કાર્ગો અને પહેલાથી  અનુમિત પ્રાપ્ત ઇન્ટનેશનલ ફ્લાઇટ પર  ચાલું રહી શકે છે, નિયમિત યાત્રી ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિંબધ લંબાવાયો છે. આ પહેલા કેન્દ્રે 30 ઓગસ્ટથી પ્રતિબંધ હટાવવાનું વિચાર્યું હતું.


કોરોનાની મહામારીના સંકટને ઘ્યાનમાં રાખતા કમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને  30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. DGCAને સર્ક્યુલર જાહેર કરતા વાતની જાણકારી આપી છે.  જો કે સર્કુલર અનુસાર આ દરમિયાન ઇન્ટરનેશનલ કાર્ગો અને નિયામક સંસ્થાથી અનુમતિ પ્રાપ્ત ફ્લાઇટની સેવા ચાલું રહેશે.


આ પહેલા કેન્દ્ર સરકાર 31 ઓગસ્ટ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંઘ લગાવ્યો હતો. જો કે દુનિયાના દેશોમાં કોરોનાના કેસમાં વધારો થતાં. થર્ડ વેવની આશંકાના કારણે સરકારે આ પ્રતિબંધને વધારવાનો નિર્ણય લીધો છે.


શરૂઆતમાં 23 માર્ચે ફ્લાઇટ પર પ્રતિબંધની થઇ હતી શરૂઆત
ભારત સરકારે કોરોનાની મહામારીના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે પહેલી વખત  23 માર્ચે 2020માં કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિંબંધ મૂક્યો હતો. જો કે જે દેશો સાથે ભારતના એર બબલને લઇને સમજૂતિ થઇ છે. તે દેશો સાથેની ફ્લાઇટ પરના પ્રતિબંઘમાં ઢીલ અપાઇ છે.DGCAએ સર્ક્યુલર જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. સ્પેશિયલ ફ્લાઇટનું ઓપરેશન ચાલું રહેશે, વંદે ભારત મિશન હેઠળ છેલ્લા એક વર્ષથી વિદેશમાં રહેતા અનેક ભારતીયોને પરત સ્વદેશ લાવવામાં આવ્યાં છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા છે અને 460 સંક્રમિતોના મોત થયા છે. 24 કલાકમાં 35,840 લોકો કોરોનાથી ઠીક થયા છે.


આ દરમિયાન આજે ગુજરાતના અંકલેશ્વરમાં  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું કોમર્સિયલ લોન્ચિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં રસીકરણમાં વેગ લાવવાનો હેતુ છે. બે દિવસ પહેલા જ એક કરોડ લોકોને રસી આપવાનો રેકોર્ડ બન્યો હતો.


ગુજરાતમાં શનિવારે કોરોનાના 10 નવા કેસ નોંધાયા હતો જ્યારે એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી. 2 એપ્રિલ 2020 એટલે કે 513 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,15,154 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.76% છે. રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. એકપણ એક્ટિવ કેસ ન હોય તેવા જિલ્લામાં અમરેલીનો પણ સમાવેશ થઇ ગયો છે. રાજ્યમાં કુલ 19 જિલ્લા એવા છે જ્યાં એકપણ એક્ટિવ કેસ નથી.