નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય ફુટબૉલ ખેલીડી પૂનમ ચૌહાણનું ડેંગ્યૂથી મોત થયું છે. પૂનમ ચૌહાન મહિલા ઇંડિયન ફુટબોલ ટીમની સભ્ય હતી. તેમજ તે યૂપી ફુટબોલ ટીમની 5 વખત કેપ્ટન રહી ચુંકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂનમ છેલ્લા ઘણા સમયથી તાવમાં સંપડાયેલી હતી. મંગળવારે તેને તાવ આવ્યા બાદ વારણાસીની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કવરવામાં આવી હતી. જ્યાં તપાસ બાદ ડેંગ્યૂની બિમારી અંગે ખબર પડી હતી. ડૉક્ટરોએ તેને બચાવવાના તમામ સંભવ પ્રયત્નો કર્યા હતા પણ તેમને સફળતા મળી ના હતી.

તેના સંબધી રઘુવંશીએ જણાવ્યું હતું કે, પૂનમે  મંગળવાર સાંજે વારણાસીના ખાનગી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પૂનમ પોતાના માતા પિતા સાથે વારણાસીના શિવપુર ચુંગી એરિયામાં રહે છે. તેના પરિવારમાં માતા પિતા સિવાય બે ભાઇ અને બે નાની બહેન પણ છે. તેની નાની પહેન પણ આંતરરાષ્ટ્રીય લેવલની ખેલીડ છે.