નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણના કારણે આ વર્ષે યોગ દિવસ અગાઉની જેમ ઉજવવામાં નહીં આવે, કોઈ ફિજિકલ કાર્યક્રમ નહીં યોજાય, આમ યોગ દિવસને લઈને આયુષ મંત્રાલય અને ઈન્ડિયા કાઉન્સિલ ફોર કલ્ચરલ રિસર્ચ (આઈસીએમઆર)એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ સિવાય એ પણ કહ્યું કે, વડાપ્રધાન મોદી લેહ જવાના હતા પરંતુ કોરોનાની મહામારીના કારણે હવે કાર્યક્રમ શક્ય નથી.


આ વખતે યોગ દિવસ પર My Life, My Yoga વીડિયો બ્લૉગ કોન્ટેસ્ટ યોજાશે. જેમાં ત્રણ મિનિટનો વીડિયો બ્લૉગ મોકલવાનો રહેશે અને યોગથી શું ફાયદા થાય છે તે જણાવાનું રહેશે. જે કોઈ પણ ભાષામાં મોકલી શકાશે.

ભારતમાં વીડિયો બ્લૉગ કોન્ટેસ્ટ માટે અલગ અલગ ઈનામ પણ રાખવામાં આવ્યું છે. તેમાં ત્રણ કેટેગરી પાડવામાં આવી છે. આ કેટેગરી વય પ્રમાણે છે, યૂથ એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમર, એડલ્ટ 18 વર્ષથી વધુ અને યોગા પ્રોફેશનલ. આ ત્રણેય કેટેગરીમાં મહિલા અને પુરુષ માટે અલગ અલગ હશે. આ વીડિયો બ્લૉગ કોન્ટેસ્ટમાં ભારત સિવાય અન્ય દેશોના લોકો પણ પોતાનો વીડિયો બ્લૉગ મોકલી શકશે અને સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

આ વીડિયો બ્લૉગ સ્પર્ધામાં ભારતમાં સારા વીડિયો બ્લૉગ માટે પ્રથમ ઈનામ એક લાખ રૂપિયા, બીજુ ઈનામ 50 હજાર અને ત્રીજું 25 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે વિદેશોના વીડિયો બ્લૉગ માટે પ્રથમ ઈનામ 2500 ડૉલર, બીજુ ઈનામ 1500 ડૉલર અને ત્રીજુ 1000 ડૉલર ઈનામ હશે.

જે પણ વીડિયો બ્લૉગ પોસ્ટ કરશે તેમણે આયુષ મંત્રાલયને ટેગ કરવાનું રહેશે, સાથે કેટેગરી પણ લખવી પડશે. #MyLifeMyYogaYouth.કયા દેશના છો તે પણ વીડિયમાં લખવું પડશે, જેમ કે, #MyLifeMyYogaIndia #MyLifeMyYogaRussia વગરે.

વીડિયો બ્લૉગ મોકલનારાઓને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. આ કૉન્ટેસ્ટ 1 જૂનથી શરૂ થઈ ગઈ છે અને 15 જૂન સુધી એન્ટ્રી કરી શકાશે. વિજેતાઓની જાહેરાત 21 તારીખના રોજ કરવામાં આવશે. આ આયુષ મંત્રાલય સિવાય mygov પર પણ મોકલી શકાશે.