હાજીપુરઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ના (International Yoga Day 2023) પ્રસંગે કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસની તબિયત અચાનક બગડી હતી. બુધવારે (21 જૂન) સવારે પશુપતિ કુમાર પારસ (Pashupati Kumar Paras) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બિહારના કોનહારા ઘાટ પહોંચ્યા હતા. અહીં યોગ કરતી વખતે મોદી સરકારના મંત્રી પશુપતિ પારસની અચાનક તબિયત લથડી હતી અને સ્ટેજ પર જ ઢળી પડ્યાં હતા, જોકે, તાત્કાલિક તેમને PAએ પકડી લીધા હતા અને સોફા પર બેસાડ્યા હતા.


દિલ્હી જઈને એઈમ્સમાં ઈલાજ કરાવશે - 
કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે કહ્યું કે, કાર ખાડા પડી હતી કારણે મારી તબિયત પહેલાથી જ નરમ હતી. આવામાં તે યોગ કરી શક્યા નથી, જ્યારે મેં યોગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મારી તબિયત બગડી. તેમને કહ્યું કે તેની તબિયત ખરાબ છે. તેઓ દિલ્હી એઈમ્સમાં જઈને ઈલાજ કરાવશે. અહીં કેન્દ્રીય મંત્રીની તબિયત બગડતાં આરામ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. 




ઉલ્લેખનીય છે કે, પશુપતિ કુમાર પારસ એક વરિષ્ઠ રાજકારણી છે અને હાલમાં કેન્દ્રમાં મોદી સરકારના ફૂડ પ્રૉસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના કેન્દ્રીય મંત્રી છે. તેઓ ભારતના બિહાર રાજ્યના હાજીપુરથી લોકસભાના સાંસદ છે. પારસ ભૂતકાળમાં નીતીશ સરકારમાં બિહારના પશુ અને મત્સ્ય સંસાધન મંત્રી પણ રહી ચૂક્યા છે. પશુપતિ પારસ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના દિગ્ગજ નેતા છે.