પીએમ મોદીએ આજે રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં લગભગ 40 હજાર લોકો સાથે યોગ કર્યાં. આ કાર્યક્રમ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ શ્રીમતી દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમ માટે આજે સવારે 4 વાગ્યાની આસપાસ તો મેદાનમાં લોકો હાજર રહ્યાં હતાં.
વડાપ્રધાન ગુરુવારે રાતે જ રાંચી પહોંચી ગયા ગતા. મોદી સાથે યોગ કરવા માટે 40,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંખ્યા વધારે થઈ જવાના કારણે અંતે 12,000 લોકોને નજીક આવેલા મેદાનમાં યોગની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ વખતે યોગ દિવસની થીમ છે- યોગ ફોર હાર્ટ.