પીએમ મોદી શુક્રવારે પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં સવારે છ વાગ્યે 40થી 50 હજાર લોકો સાથે યોગ કશે. તે દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ શ્રીમતી દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી હાજર રહેશે.
ઝારખંડના મુખ્યમંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સફળ આયોજન માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. કાર્યક્રમના સ્થળ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો માટે સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વર્ષનો કાર્યક્રમની મુખ્ય થીમ ‘યોગ ફોર હાર્ટ ’ રાખવામાં આવી છે.
અમદાવાદઃ તંદુરસ્તી અને મનની મજબૂતી માટે યોગ કેવી રીતે ઉપયોગી નીવડે છે, શું કહી રહ્યા છે યોગ તાલીમાર્થીઓ?