ગ્વાલિયર: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ અસહિષ્ણુતા પર કહ્યું તે દેશ માટે એક અભિશાપ છે. ધણા દિવસોથી આપણે આને ફરિવાર જોઈ રહ્યા છીએ. રતન ટાટાએ સિંધિયા સ્કૂલમાં  119માં સ્થાપના દિવસના સમારોહના કાર્યક્રમમાં સંબોધન કરતા કૉંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના દ્વારા અસહિષ્ણુતા વિશે કરવામાં આવેલા વિચારોનું સર્મથન કર્યું હતું.

તેમણે કહ્યું સિંધિયાએ અસહિષ્ણુતા વિશે પોતાના વિચારો રજૂ કર્યા. આ એક અભિષાપ છે જેને આજકાલ આપણે જોઈ રહ્યા છીએ. ટાટાએ કહ્યું અપણે એં વાતાવરણ ઈચ્છીએ છીએ કે જેમાં આપણે પોતાના સાથિયો સાથે પ્રેમ કરીએ. તેમને મારો નહી તેમને બંધક ન બનાવો પરંતુ તેમની સાથે એક સરસ માહોલ બનાવો. તેમણે કહ્યું દરેક વ્યક્તિ જાણે છે કે અસહિષ્ણુતા ક્યાંથી આવી રહી છે.આ શું છે, દેશના હજારો,લાખો લોકો અસહિષ્ણુતાથી મુક્ત દેશ માંગે છે.

ટાટાએ પહેલા સિંધિયાના વિદ્યાર્થીઓને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે તમે વિજેતા બનો, આપ વિચારક બનો. વિચાર વિમર્શ અને અસહમતિ સભ્ય સમાજની ઓળખ છે. પૂર્વ કેદ્રીય મંત્રી સિંધીયાએ કહ્યુ કે દેશમાં હાલ અસહિષ્ણુતાનો માહોલ છે. કૉંદ્રેસ નેતાઅ કહ્યું દરેક વ્યક્તિને કહેવામાં આવે છે કે શુ બોલવુ શુ સાંભળવું, શું પહેરવું, શું ખાવું. તેમણે કહ્યું મતભેદોની વિરૂધ્ધમાં કાર્યવાહી આપણા સમાજ અને પરિવારની પ્રગતિની વિરૂધ્ધમાં છે.