ઉલ્લેખનીય છે કે, આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમને સીબીઆઈએ ગત મહિનામાં ધરપકડ કરી હતી અને સીબીઆઈ રિમાન્ડછી આવ્યા બાદ તે તિહાર જેલમાં છે. ચિદમ્બરમ 17 ઓક્ટોબર સુધી તિહાર જેલમાં બંધ છે. કોર્ટે EDની અરજી પર પ્રોડક્શન વોરંટ જાહેર કરીને ચિદમ્બરમને રજુ કરવાનો આદેશ આપ્યો હતો. વિશેષ સીબીઆઈ જજ અજય કુમાર કુહારે સોમવારે ED તથા બચાવ પક્ષની દલીલો સાંભળ્યા પછી નિર્ણય મંગળવાર ચાર વાગ્યા સુધી સુરક્ષિત કરી લીધો હતો.
સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ ચિદમ્બરમની ધરપકડની મંજૂરી માંગતા કહ્યું હતું કે, INX કેસમાં મની લોન્ડરિંગ, સીબીઆઈના કેસથી અલગ છે અને તે કેસમાં તેમની પૂછપરછ કરવાની જરૂર છે. સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારે EDની અરજી પર પૂછપરછ કરવાની મંજૂરી આપી દીધી છે. EDએ રાઉન એવન્યૂ કોર્ટમાં કોઈ પણ જગ્યાએ ચિદમ્બરમની પૂછપરછ કરવાની મંજૂરી માંગી છે.