સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપ્યો છે કે ઈડીએ જે દસ્તાવેજો એકત્ર કર્યા છે તે ચિદમ્બરમને બતાવવાની જરૂર નથી. ઉપરાંત એજન્સીએ પૂર્વ નાણામંત્રીને શું સવાલ પૂછ્યા તેની ટ્રાન્સક્રિપ્ટ કોર્ટને આપવાની જરૂર નથી. આજે સાંજ સુધીમાં ઈડી પૂર્વ નાણામંત્રીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી શકે છે.
કોર્ટે એમ પણ કહ્યું કે, શરૂઆતમાં જ વચગાળાના જામીન આપવાથી તપાસમાં અડચણ પહોંચી શકે છે. આ મામલો વચગાળાના જામીન આપવા માટે ઠીક નથી. આર્થિક અપરાધને અલગ રીતે જ જોવો જોઈએ.
INX મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમાં હાલ સીબીઆઈની કસ્ટડીમાં છે. વચગાળાના જામીન અને સીબીઆઈ કસ્ટડી મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
સુરતઃ પુત્ર જન્મની ખુશીમાં કિન્નરોએ માંગ્યુ દાપું, ન આપતાં પિતાનું માથું દિવાલ સાથે અથડાવીને થઈ ગયા અર્ધનગ્ન
કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે
ગુજરાતમાં આજે અને આવતીકાલે કઈ કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગત