Iran-Israel Tension: મુંબઈ નજીક ઈઝરાયેલી જહાજ પર ઈરાની ડ્રોનનો હુમલો

અલ-મોનિટરે કહ્યું હતું કે, ઓછામાં ઓછા એક ઈરાની ડ્રોને ઈઝરાયેલના આ જહાજને નિશાન બનાવ્યું છે. તે એક શિપિંગ ટેન્કર હતું જે અરબી સમુદ્રમાં હતું

Continues below advertisement

New Battle Ground for Israel-Iran : અરબી સમુદ્ર હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું નવું યુદ્ધનું મેદાન બની રહ્યું છે. 10 ફેબ્રુઆરીના રોજ એક અજાણી વસ્તુ હિંદ મહાસાગરમાંથી પસાર થતી વખતે જહાજ સાથે અથડાઈ હતી. આ જહાજ ભારત અને ઓમાનના દરિયાકિનારાથી લગભગ 555 કિમી દૂર હતું. આ ઘટનાની વિગતવાર માહિતી એક અઠવાડિયા બાદ એટલે કે 17મી ફેબ્રુઆરીએ જ મળી શકશે. બીબીસી દ્વારા પ્રથમ વખત એક અહેવાલ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ઈરાનના ડ્રોને કેમ્પો સ્ક્વેર કોમર્શિયલ જહાજને નિશાન બનાવ્યું છે. આ વાતની પુષ્ટિ અમેરિકન સૈન્ય અધિકારીએ પણ કરી હતી. અન્ય એક સૈન્ય સૂત્રએ જણાવ્યું કે ઈરાને આ હુમલો કર્યો હતો.

Continues below advertisement

હુમલા પાછળ ઈરાનનું જ ભેજુ!

અલ-મોનિટરે કહ્યું હતું કે, ઓછામાં ઓછા એક ઈરાની ડ્રોને ઈઝરાયેલના આ જહાજને નિશાન બનાવ્યું છે. તે એક શિપિંગ ટેન્કર હતું જે અરબી સમુદ્રમાં હતું અને હિંદ મહાસાગર થઈને આવ્યું હતું. હુમલામાં જહાજને નજીવું નુકસાન થયું છે. અમેરિકાનું માનવું છે કે, આ હુમલા પાછળ ઈરાનનો હાથ હતો. જ્યાંથી ડ્રોન આવ્યું અને તેના ટ્રેકિંગ ડેટા ઈરાન તરફ ઈશારો કરે છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું અથવા તે કેવા પ્રકારનું ડ્રોન હતું. જે જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું તે સામાનથી ભરેલું નહોતું. આ જહાજ સિંગાપોરથી UAEના ફુજૈરાહ જઈ રહ્યું હતું. હુમલામાં જહાજ અને તેના ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અવારનવાર હુમલા

આવો જ હુમલો 15 નવેમ્બર 2022 ના રોજ પેસિફિક ઝિર્કોન પર થયો હતો. આ હુમલામાં વપરાયેલ ડ્રોનને ચાબહારથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સીએનએન દ્વારા ડ્રોનની તસવીરો પણ જાહેર કરવામાં આવી હતી. અમેરિકન અને ઈઝરાયેલના અધિકારીઓએ આ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું. ડ્રોનના કાટમાળમાંથી જાણવા મળ્યું કે તેની એક તરફ 229 નંબર લખાયેલો હતો. આ એ જ શાહિદ ડ્રોન હતું જેનો ઉપયોગ રશિયાએ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં કર્યો હતો. જુલાઈ 2021માં મર્સર સ્ટ્રીટ ટેન્કરને ઓમાનના દરિયાકાંઠે ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં બ્રિટિશ અને રોમાનિયન ક્રૂ માર્યા ગયા હતા.

ઈરાનનું મૌન

આ વિસ્તારમાં જે પણ હુમલાઓ થઈ રહ્યા છે, તે એક પેટર્નને અનુસરીને કરવામાં આવી રહ્યા છે. 2021માં પહેલા હેલિયોસ રે જહાજને ફેબ્રુઆરીમાં નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એપ્રિલમાં હાયપરિયન રે અને પછી લોરી પર હુમલો કરવામાં આવ્યો હતો. જુલાઈ 2021ની શરૂઆતમાં CSAV Tyndall પર પણ હુમલો થયો હતો. જુલાઈ 2019માં થયેલા હુમલા બાદ આ હુમલા કરવામાં આવ્યા હતા. જ્યારે મે 2019માં ફુજૈરાહમાં ચાર જહાજો પર અને જૂનમાં બે જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા ત્યારે થયા હતા જ્યારે આ જહાજો ઈરાનમાંથી પસાર થઈ રહ્યા હતા. જહાજ પર હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ચીનના પ્રવાસે છે. તેઓ આ પ્રવાસમાં પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. 

શું ઈરાન તેના ડ્રોનની ક્ષમતાનું આડકતરી રીતે પરીક્ષણ કરી રહ્યું છે? 

ઈરાન વર્ષોથી યુએઈના દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થતા જહાજોને પરેશાન કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ દરમિયાન 2019માં હુમલાની શરૂઆત થઈ હતી. હવે આ હુમલાઓને કારણે ઈઝરાયેલ સાથે પણ તણાવ વધી ગયો છે. એવું લાગે છે કે ઈરાન આ હુમલાઓની મદદથી તેના ડ્રોનની ક્ષમતાનું પરીક્ષણ કરી રહ્યું હોય. અગાઉ તે દરિયાની નીચે ખાણોની મદદથી જહાજોને નિશાન બનાવતો હતો. નિષ્ણાતોના મતે જ્યાં સુધી ડ્રોન જહાજો અથવા ક્રૂને નુકસાન પહોંચાડે નહીં ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ આ પછી પણ ઈરાન પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola