IRCTCની મોટી જાહેરાત, જો આ ટ્રેન એક કલાક મોડી આવશે તો યાત્રીઓને મળશે 100-100 રૂપિયા વળતર
abpasmita.in | 01 Oct 2019 05:04 PM (IST)
આ ટ્રેનનો પ્રારંભ 4 ઓક્ટોબરથી થઈ રહ્યો છે. તેજસ એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ દોડશે.
નવી દિલ્હી: લખનઉથી દિલ્હી વચ્ચે શરૂ થનારી તેજસ એક્સપ્રેસને લઈ IRCTC એ મોટી જાહેરાત કરી છે. રેલવે મુસાફરોને આકર્ષવામાટે ફ્રી વીમા સાથે સાથે ટ્રેન મોડી આવે તો વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રેન 1 કલાક મોટી આવે તો મુસાફરોને 100 રૂપિયા વળતર અને બે કલાકથી મોડી આવે તો પ્રત્યેક યાત્રીઓને 250 રૂપિયા આપશે. તેજસ એક્સપ્રેસ ખાનગી કંપની દ્વારા સંચાલિત પ્રથમ ટ્રેન છે. રેલવે બોર્ડે અન્ય રૂટ પર પણ આ પ્રકારની ટ્રેન શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે. તેજસ ટ્રેનની દેખરેખ રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન(આઈઆરસીટીસી) હેઠળ છે. તેજસમાં મુસાફરોને પ્રીમિયમ સેવાઓ અને સુવિધાઓ આપવામાં આવશે. આ ટ્રેનની શરૂઆત 4 ઓક્ટોબરથી થઈ રહી છે. તેજસ એક્સપ્રેસ સપ્તાહમાં મંગળવાર સિવાય 6 દિવસ દોડશે. આ ટ્રેન નવી દિલ્હીથી સાંજે 3.35 વાગ્યથી ઉપડશે અને 10.05 વાગ્યે રાતે લખનઉ પહોંચશે.