ઈમ્ફાલ: ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભારતીય લશ્કર અત્યાચાર ગુજારે છે તેવા આક્ષેપો કરીને આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા) નાબૂદ કરવાની માગણી સાથે ઈરોમ શર્મિલા છેલ્લા 16 વર્ષથી ઉપવાસ પર છે. જે 9 ઓગસ્ટે ઉપવાસનો પૂરો કરશે.

શર્મિલાના સાથીઓના જણાવ્યા અનુસાર શર્મિલા હવે લગ્ન કરવા માગે છે અને ચૂંટણી પણ લડવા માગે છે. જેથી તે ઉપવાસ સમેટી લેશે.

 

ઉલ્લેખનીય છે કે શર્મિલાએ વર્ષ 2000માં આસામ રાઈફલ્સના જવાનોએ બે બાળકો સહીત 10 લોકોને ઠાર માર્યા હતા જેના વિરુદ્ધમાં શર્મિલાએ ઉપવાસ શરૂ કર્યા હતા