મળતી માહિતી પ્રમાણે, બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને તમામ સ્વસ્થ છે. 41 વર્ષીય મહિલા આંગણવાડીમાં કામ કરે છે. 5-6 દિવસ ફેમિલી ડોક્ટરની સારવાર બાદ તેને ભારતી હોસ્પિટલમાં ખસેડાઈ. મહિલાની મોટી બહેન હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. તેણે બહેનની ધ્યાન રાખ્યું ત્યાં સુધી કોરોના હોવાની પૃષ્ટિ નહોતી થઈ. ચાર દિવસ બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જે પછી તેના પતિ, દીકરા, બહેનના પતિ અને દીકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. બહેન વેન્ટિલેટર પર હતી, પરંતુ અમે હિંમત રાખી. તે પોતાની સાથે સંપૂર્ણ પરિવારની કાળજી રાખી રહી હતી.
તેણે કહ્યું કે,‘જ્યારે મને જાણ થઈ કે બંને બહેનોના પતિ અને બાળકો તથા અમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો અમે ડરી ગયા હતા, પરંતુ ડૉક્ટર્સે હિંમત આપતા અમે કોરોનાને હરાવ્યો હતો. મોટા બહેનની તબિયત વધુ ખરાબ થઈ હતી. તેને વેન્ટિલેટર પર રાખવલામાં આવી હતી. એવામાં જ્યારે સીમા અને તેના પરિવારજનોની પૃષ્ટિ થઈ ત્યારે તેમને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા. આ દરમિયાન તેમને મળવા કોઈપણ હોસ્પિટલ જતું નહોતું. કોઈને કોઈ બહાના હેઠળ આ વાત છુપાવવામાં આવી રહી હતી કે તેમની બહેન અને પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
આ દરમિયાન પરિવારજનો વીડિયો કોલ પર વાત કરતા તો પણ એમ ના લાગવા દીધું કે તેઓ પણ તે જ હોસ્પિટલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં રહી રહ્યાં છે. 12 દિવસ બાદ બહેનને વેન્ટિલેટરથી દૂર કરાઈ ત્યારે તેને જાણ કરવામાં આવી કે તેના સહિત 5 પરિવારજનો બીમાર છે અને હોસ્પિટલમાં એ જ સારવાર ચાલી રહી છે.