નવી દિલ્હીઃ સરકારે બુધવારે કહ્યું કે, કોરોના વાયરસ પ્રાણીઓથી નહીં પણ મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે. આ મહામારીનો સામનો કરવા માટે કામ કરી રહેલ દેશા ટોચના અધિકારીઓએ કહ્યું કે, સાવચેતી ન રાખા અને પ્રથમ લહેર દમરિયાન ઓછી ઇમ્યુનિટી ઉત્પન્ન થવાના કારણોને લીધે બીજી લહેરમાં આવા પરિણામ જોવા મળી રહ્યા છે.


નીતિ આયોગના સભ્ય વી કે પોલે એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે, “આ વાયરસને પ્રાણીઓથી નથી ફેલાઈ રહ્યો. આ મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે. સાથે જ જો તમને રસી આપવામાં આવી હોય તો એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિને તમને કોઈ તકલીફ થાય અને લક્ષણ જોવા મળે. જો તમે આ લક્ષણ ન અનુભવો તો તમે સામાન્ય હોઈ શકો છો અને તમે તમારું કામ કરો.”


તેમણે કહ્યું કે, બદલાતા વાયરસ પ્રત્યે પ્રતિક્રિયા સમાન બની રહેશે. તેમણે કહ્યું, “અમે માસ્ક લગાવવા, સામાજિક અંતર રાખવા, સ્વસ્છતા જાળવી રાખવા જેવા નિયમોનું પાલન કરતા રહેવું જરૂરી છે. કોઈ બિનજરૂરી એકઠા થવાનું ટાળવું અને ઘરમાં જ રહેવું જોઈએ.”


પોલે કહ્યું કે, આ બીમારી સામે લાંબી લડાઈ ચાલશે. તેમણે કહ્યું, “અમારી વિનંતી છે કે આપણી ડોક્ટરો કોવિડથી સંક્રમિત લોકો અને પરિવારોને ટેલીફોની સલાહ આપે. ડોક્ટર એસોસિએશને એક કોલ સેન્ટર બનાવવું જોઈએ જેથી લોકોને ખબર પડે કે તેમને કોલ કોને કરવાનો છે. આપણે આ વ્યવસ્થા લોકપ્રિય બનાવાવની જરૂરત છે. તેના માટે નિષ્ણાંતોની જરૂરત નથી, સામાન્ય ફિઝિશિયન પણ લોકોનું માર્ગદર્શન કરી શેક છે. આ સમયની માગ છે.”


પ્રાણીઓથી મનુષ્યમાં આ બીમારી ફેલાવાવ સંબંધી સરકારનું સ્પષ્ટીકરણ ત્યારે આવ્યું છ જ્યારે થોડા દિવસ પહેલા હૈદ્રાબાદના નેહરૂ પ્રાણી સંગ્રહાલયમાં આઠ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.


શું દારૂથી કોરોના વાયરસની સારવાર થઈ શકે ? જાણો નિષ્ણાંતો શું કહે છે