Health Tips:એવું કહેવામાં આવે છે કે, પ્રેગ્નન્ટ થયા બાદ અથવા ઓવુલેશન બાદ ઇમ્લાન્ટેશન માટે આ સમયે વાળ ન ધોવા જોઇએ. શું છે તેની પાછળની સચ્ચાઇ શું છે જાણો
જે મહિલા પ્રેગ્નન્ટ થવા ઇચ્છે છે અથવા તો કંસીવ કરવાની કોશિશ કરે છે. તેના માટે ઓવુલેશન પિરિયડ ખૂબ જ જરૂરી છે. ઓવુલેશન વિશે અને તેની સાથે જોડાયેલી કેટલીક વાતો પ્રચલિત છે. આમાંની એક વાત એ પણ પ્રચલિત છે કે, વાળ ધોવાથી ઇપ્લાટેશન પર અસર પડે છે. 



જો આપ પ્રેગ્નન્ટ થવા ઇચ્છતાં હો તો આપના માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે. ભારતના કેટલાક પ્રદેશોમાં એવો રિવાજ છે કે. મહિલાએ ગર્ભધારણથી માંડીને બેબી સાવર સુધી વાળ ન ધોવા જોઇએ. ભારતમાં ગર્ભવતી મહિલાને લઇને અનેક પ્રકારના રિવાજ અને માન્યતા પ્રચલિત છે. જેમાં ગર્ભધારણના બાદ ગોદ ભરાઇ સુધી કે ઓવુલેશન સુધી વાળ ન ધોવાની સલાહ અપાઇ છે. 


જો આમાં તર્ક લડાવીએ તો ભારતના કેટલાક પ્રાંતમા આ રિવાજ છે બાકી દુનિયાભરમાં પ્રેગ્નન્ટ મહિલાઓ ન્હાય પણ છે અને વાળ પણ ધુએ છે. 



હાઇજિન માટે હેર વોશ જરૂરી
હાઇજિન રહેવાા માટે વાળ ધોવા જરૂરી છે. જો આપ આટલા લાંબા સમય સુઘી હેર વોશ નહી કરો તો સ્કેલ્પ પર માટી જામી જશે અને તેના કારણે ડ્રેંડ્રફની સમસ્યા પણ થઇ શકે છે. આમ તો દુનિયાભરની મહિલાઓ પ્રેગ્નન્સીમાં વાળ ધુએ છે. તો આ પ્રકારની માન્યતામાં કોઇ લોઝિક નથી. જો એમાં કોઇ મેડિકલ કારણ હો તો તો આ માન્યતાને ન માનનાર પર ખરાબ અસર પડત પરંતુ એવું નથી થતું. 


ઓવુલેશન બાદ વાળ ધુઓ તો
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આવી અનેક વાતો પ્રચલિત છે, જેના પાછળ કોઇ તર્ક નથી હોતો. હકીકત તો એ છે કે, પ્રેગ્નન્ટ હોવા પર અને અથવા ઓવુલેશન બાદ વાળ ઘોવાની આપની પ્રેગ્નન્સી પર કોઇ અસર નથી થતી. 


આવો કોઇ નિયમ નથી
પ્રેગન્ન્સી દરમિયાન વાળ ન ધોવાની માન્યતાને લઇને ડોક્ટર સાથે પણ વાત કરવામાં આવી. ડોક્ટરના મત મુજબ પ્રેગ્નન્સીમાં દ વાળ ધોવાથી મિસકેરેજ નથી થતું ટૂંકમાં  તેનો પ્રેગન્ન્સી પર કોઇ અસર નથી પડતો આ મુદ્દે આ ગાયનેક સાથે વાત કરીને પણ સ્પષ્ટ મત મેળવી શકો છો. પ્રેગ્નન્સી દરિયમાન વાળ ધોવાથી ગર્ભ પર વિપરિત અસર પડે છે એવું કોઇ મેડિકલ લોજિક ન હોવાથી આ માન્યતાને અનુસરવી  પણ યોગ્ય નથી.