આજકાલ કોરોના રસીકરણા નામે ખૂબ ફ્રોડ થઈ રહ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકમાં રસીકરણે લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અનેક દાવાને ફગાવી દેવામાં આવ્યા છે. પીઆઈબી અનુસાર એક વેબસાઈટ 'https://mohfw.xyz' સ્વાસ્થ્ય અને પરિવારણ કલ્યાણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ હોવાનો દાવો કરી રહી છે અને 4000થી 6000 રૂપિયામાં COVID19 Vaccine ની ઓફર કરી રહી છે. સાથે જ પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ ફેક એટલે કે નકલી વેબસાઇટ છે.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.