Aditya-L1 Mission:ચંદ્રયાન બાદ આગામી 2 સપ્ટેમ્બરે ભારતના સૂર્ય પરના સૌપ્રથમ સૌર મિશન ની  શરૂઆત કરશે. 2 સપ્ટેમ્બર સવારે 11:50 કલાકે આદિત્ય એલ વન હરીકોટાથી સૂર્ય મિશન માટે રવાના થશે. પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર સૂર્ય તરફ નક્કી કરાયેલ L1 પોઇન્ટ પર આદિત્ય યાન પહોંચી પરીક્ષણ શરૂ કરશે.


આગામી 2 સપ્ટેમ્બરે ઉડાન ભરી 400 કિલોમીટર ઉપર પહોંચ્યા બાદ આદિત્ય એલ વન પરિભ્રમણ શરૂ કરશે.4 મહિનામાં આદિત્ય એલ-1 સૂર્ય તરફ 1.5 મિલિયન કિલોમીટર અંતર કાપી 2 જાન્યુઆરી 2024 ના રોજ એલ-1 કેન્દ્ર પર પહોંચશે.પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન કિલોમીટર છે જેના એક ટકા એટલે 1.5 મિલિયન કિલોમીટર સૂર્ય નજીક પહોંચી પરીક્ષણ કરાશે.


આદિત્ય એલ-1 યાનમાં સાત પે લોડ ફીટ કરવામાં આવ્યા છે,આદિત્ય એલ-1 ના ચાર પેલોડ સૂર્યગ્રહની અંદરની ગતિવિધિ અંગે પરીક્ષણ કરશે જ્યારે ત્રણ પેલોડ 1.5 મિલિયન કિલોમીટર આસપાસનું પરીક્ષણ કરશે.સૂર્ય ગ્રહ પર તાપમાન 15 મિલિયન ડિગ્રી છે જ્યારે તેના કોરોમંડળનું તાપમાન 6000 ડિગ્રી છે,સૂર્ય ગ્રહ પર જ્વાળામુખી ઓનો સતત ઉત્સર્જન થયા કરે છે તેના કેટલાક મેગ્નેટિક ભાગો બહાર પણ ફેંકાય છે.આ તમામ બાબતોનો પરીક્ષણ કરવાથી આગામી સમયમાં પૃથ્વી પર આવનાર સંકટ અને નિરાકરણ માટે આ મિશન અતિ મહત્વનું બની રહેશે. ચંદ્રયાન 3 મિશન બાદ આ મિશનથી ભારતનું અવકાશ પરીક્ષણ ક્ષેત્રે કદ વધશે.


આદિત્ય-એલ1 શું છે?


આદિત્ય L1એ સૂર્યનો અભ્યાસ કરવાનું મિશન છે. આ સાથે ઈસરોએ તેને પ્રથમ અવકાશ-આધારિત ઓબ્ઝર્વેટરી શ્રેણી ભારતીય સૌર મિશન ગણાવ્યું છે. અવકાશયાનને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેંગિયન પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના છે, જે પૃથ્વીથી આશરે 1.5 મિલિયન કિમી દૂર છે.


આદિત્ય એલ-1 સૌર કોરોનાનું માળખું (સૂર્યના વાતાવરણનો સૌથી બહારનો ભાગ) અને તેની ગરમીની પ્રક્રિયા, તેનું તાપમાન, સૌર વિસ્ફોટ અને સૌર વાવાઝોડાના કારણો અને મૂળ, કોરોના અને કોરોનલ લૂપ પ્લાઝમાની રચના, વેગ અને ઘનતા, તેના ગુણધર્મો કોરોના મેગ્નેટિક ફિલ્ડ માપન કોરોનલ માસ ઇજેક્શનની(સૂર્યમાં સૌથી શક્તિશાળી વિસ્ફોટો જે સીધા પૃથ્વી તરફ આવે છે.) ઉત્પતિ, વિકાસ ગતિ સૌર  પવન અને અવકાશના હવામાનને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરશે.


અમેરિકાનું સૌર મિશન


અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ઓગસ્ટ 2018માં પાર્કર સોલર પ્રોબ લોન્ચ કરી હતી. ડિસેમ્બર 2021 માં, પાર્કરે સૂર્યના ઉપલા વાતાવરણ અથવા કોરોનામાંથી ઉડાન ભરી અને કણો અને ચુંબકીય ક્ષેત્રોના નમૂના લીધા હતા. નાસાની વેબસાઈટ અનુસાર, આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ અવકાશયાન સૂર્યને સ્પર્શ્યું હતું.


સૂર્યની વૈજ્ઞાનિક સમજને આગળ વધારશે


એસ્ટ્રોફિઝિક્સ, હવામાનશાસ્ત્ર અને દૂરસંચાર સહિત વિવિધ વૈજ્ઞાનિક ક્ષેત્રો માટે સૂર્યને સમજવું મહત્વપૂર્ણ છે. આદિત્ય-L1 એ મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરવાની અપેક્ષા છે જે સૂર્યની વર્તણૂક અને પૃથ્વીની આબોહવા અને ટેક્નોલોજી પર તેની અસર વિશેની આપણી સમજને વધારશે.


ભારતની અવકાશ શક્તિને મજબૂત બનાવવી


આદિત્ય-L1 અવકાશ સંશોધનમાં ભારતની વધતી શક્તિ દર્શાવે છે. આ ISROની ક્ષમતાઓ અને વૈશ્વિક વૈજ્ઞાનિક પ્રગતિમાં યોગદાન આપવાની તેની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ મિશન અવકાશ સંશોધન અને ટેકનોલોજીમાં અગ્રેસર તરીકે ભારતની ક્ષમતા દર્શાવે છે.