એડવાન્સ અર્થ ઓબ્ઝરવેશન ઉપગ્રહ (EOS01)રડાર ઇમેજિંગ સેટેલાઈટ છે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકશે. તે દિવસ- રાત અને તમામ ઋતુઓમાં હાઈ રિઝોલ્યૂશન તસવીરો લેવામાં સક્ષમ છે. તેના દ્વારા આકાશથી દેશની સરહદો પર નજર રાખવામાં મદદ કરશે.
WATCH ISRO launches EOS01 and 9 customer satellites from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/2ifOeAYIpx
— ANI (@ANI) November 7, 2020
ઈસરોની આ સફળતા માટે વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ લોન્ચિંગ સાથે ISROનો વિદેશી સેટેલાઇટ મોકલવાનો આંકડો 328 પર પહોંચી ગયો છે. ઇસરોનું આ 51મું મિશન હતું.
ભારતે સૌપ્રથમ વર્ષ 1999માં વિદેશી સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલવાનું શરુ કર્યું હતું. જેના બાદ અત્યાર સુધી ભારતે બે દાયકામાં 328 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરી દીધાં હતી. જેમાં એક ચીની ઉપગ્રહ પણ સામેલ છે. જ્યારે ભારત સરકાર અનુસાર, ઈસરોએ 26 દેશોના ઉપગ્રહો લોન્ચ કરીને છેલ્લા પાંચ વર્ષમાં 1245.17 કરોડ રૂપિયાની કમાણી કરી. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 2017-18માં લોન્ચ ઈનકમ 232.56 કરોડ રૂપિયાથી 324.19 કરોડ રૂપિયા હતી.