ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગોનાઈઝેશન (ઈસરો) અનુસાર, આઈએમઓ NavICને વર્લ્ડવાઈડ રેડિયો નેવિગેશન સિસ્ટમ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા નવેમ્બર મહિનામાં આઈએમઓના એક 102માં સેશનમાં આપવામાં આવી હતી. ઈસરો અનુસાર, આઈએમઓની મેરીટાઈમ સેફ્ટી કમિટીએ NavICના તમામ ઓપરેશન્લ જરૂરતો પર સફળ થતા સમુદ્રમાં નેવિગેશન કરવામાં મદદ કરવાની લીલી ઝંડી આપી દીધી છે.
આ માન્યતા મળ્યા બાદ ભારત હવે અમેરિકા (જીપીએસ), રશિયા (ગ્લોનેસ) અને ચીન (બેઈદાઉ) સાથે એ દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે, જેમણે સેટેલાઈટની મદદથી ખુદની નેવિગેશન સિસ્ટમ તૈયાર કરી લીધી અને દુનિયાભરમાં માન્યતા મળી ગઈ છે.
NavIC દેશભરની સરહદોથી લગભગ 1500 કિલોમીટર દૂર સુધી સટીક જાણકારી આપે છે. જો કે, તેનું એક્સટેન્ડેડ સર્વિસ એરિયા પણ છે. ઈસરોનો દાવો છે કે, આ NavIC માટે કુલ આઠ સેટેલાઈટ ઉપયોગ કરી શકાશે. સાથે એક ખાનગી કંપનીને NavIC ચિપ બનાવવા માટે જવાબદારી સોંપાઈ છે. જેથી મોબાઈલ હેડસેટ કંપનીઓને આ ચિપ ઉપલબ્ધ કરાવવામાં આવે અને નવા ફોન NavICનો ઉપોયગ કરી શકે.