નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાને પીએસએલવીસી-45 રોકેટ અંતરિક્ષમાં મોકલ્યો છે. ઈસરોએ સોમવારે સવારે 9-27 કલાકે મોકલ્યો છે. આ સફળ અભિયાન અંતર્ગત પીએસએલવી સી-45એ EMISAT સેટેલાઈટ લોન્ચ કર્યો છે. દુશ્મન પર નજર રાખવાના ઉદ્દેશ્યથી પણ એમિસેટ ખૂબ મહત્વપૂર્ણ છે. ત્યાર બાદ અન્ય 28 સેટેલાઈટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ 28 સેટેલાઈટ્સમાં 24 અમેરિકન ઉપગ્રહ પણ સામેલ છે.


PSLV C45 દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઉપગ્રહ EMISAT લોન્ચ કરવામાં આવ્યો છે. 749 કિલોગ્રામનો આ ઉપગ્રહ ડીઆરડીઓને ડિફેનસ રિસર્ચમાં મદદ કરશે. EMISAT ઉપરાંત બીજા દેશોના 28 ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાંથી અમેરિકાના 24, લિથુઆનિયાના બે અને સ્પેન તથા સ્વિત્ઝરલેન્ડના એક-એક ઉપગ્રહ સામેલ છે.

ઉલ્લેખનીય છ કે, આ ઈસરોનું એવું પહેલું મિશન છે જે ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઇટ સ્થાપિત કરશે. સૌથી પહેલા EMISATને તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ 504 કિમીની કક્ષા પર અન્ય 28 સેટેલાઇટ સ્થાપિત થશે.