નવી દિલ્હીઃ નવા વર્ષમાં ઇસરો ફરી એકવાર મૂન મિશન માટે કામ કરવાની છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગવારે કહ્યુ કે, ભારત 2020માં ચંદ્રયાન-3ને લૉન્ચ કરશે. તેમને કહ્યું કે, આ અભિયાન પર ચંદ્રયાન-2 કરતાં પણ ઓછો ખર્ચ આવશે.


વડાપ્રધાન કાર્યાલયથી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ચંદ્રયાન-2એ નિરાશ કરાવ્યુ કહેવુ ખોટુ ગણાશે. વળી આ ચંદ્રમાની જમીન પર ઉતરવાનો ભારતનો પ્રથમ પ્રયાસ હતો, અને કોઇપણ દેશ પહેલી કોશિશમાં એવુ નથી કરી શક્યુ. અમેરિકાએ પણ અનેક પ્રયત્નો કર્યા હતા.



સિંહે કહ્યું કે, હાં, લેન્ડર તથા રૉવર મિશનના 2020માં હોવાની બહુજ સંભાવના છે. જોકે, જેવા કે મે પહેલા પણ કહ્યું કે ચંદ્રયાન-2 મિશનને નાકામ નહીં કહી શકાતુ કેમકે આનાથી આપણે ઘણુબધુ શીખ્યા છીએ.



તેમને કહ્યું કે, ચંદ્રયાન-2થી મળેલા અનુભવ અને ઉપલબ્ધ પાયાના માળખાને ચંદ્રયાન-3 ઘટાડશે. જોકે, તેમને ત્રીજા ચંદ્ર અભિયાનના પ્રક્ષેપણનો મહિનો બતાવવાનો ઇનકા કરી દીધો.