નવી દિલ્હીઃ આખી દુનિયા આજે નવા વર્ષનો જશ્ન મનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ એક ગીત વીડિયો રિટ્વીટ કરીને લખ્યું કે, 2020 માં દેશને સશક્ત બનાવવાનો પ્રયાસ ચાલુ રહેશે.

પીએમ મોદીએ NaMO 2.0 ટ્વીટર હેન્ડલના એક વીડિયોને રિટ્વીટ કરતાં લખ્યું કે, “પ્યારા સંકલન, 2019માં આપણે ખુબ પ્રગતિ કરી, અહીં આશા છે કે 2020 સુધી ભારતને બદલવા અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે સંચાલિત લોકોના પ્રયાસોને ચાલુ રાખવામાં આવશે.”


એક યૂઝરે પોતાના ટ્વીટમાં પીએમ મોદીને લખ્યું કે, ''તમારી સરકાર યુવાઓના ઉર્જા અને ઉત્સાહને ઓળખે છે. યુવાનોના નવા વિચાર અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરે છે, અને નવુ ભારત બનાવવા માટે કામ કરે છે.''

આ ટ્વીટનો પણ વડાપ્રધાને જવાબ આપતા લખ્યુ 'યુવા ભારત પ્રતિભાશાળી છે, અમે યુવાઓને એવો માહોલ આપવાની કોશિશ કરી રહ્યા છે જેમાં તે વિકાસ કરી શકે. મને આ વાતનો આનંદ છે.'