નવી દિલ્હીઃ સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે યૂટ્યૂબને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની 11 વીડિયો લિંક હટાવવા માટે કહ્યું છે. સરકારી સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, મંત્રાલયે યૂટ્યૂબને ગૃહ મંત્રાલયના નિર્દેશોનું પાલન કરતા વિંગ કમાન્ડર વર્ધમાનની વીડિયો ક્લિપ હટાવવા માટે કહ્યું છે.




નોંધનીય છે કે, વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાન આર્મી દ્વારા પકડાયા પછી તેનો એક વીડિયો બનાવ્યો હતો. જેમાં અભિનંદનને તેના વિશે સવાલ પુછવામાં આવી રહ્યા છે અને તે જવાબ આપી રહ્યો છે.



આ વીડિયો આવ્યા પછી લોકોએ તેને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરુ કરી દીધું હતું. આ સિવાય વીડિયોને YouTube ઉપર પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જેને લઈને IT મંત્રાલયે YouTubeને નિર્દેશ આપતા આ વીડિયોને હટાવવા કહ્યું છે. આ વીડિયોને હટાવવાની માંગણી ગૃહ મંત્રાલયે કરી હતી.