નવી દિલ્લી: ભારત અને પાકિસ્તાનની વચ્ચે સરહદ પાર જઈને આતંકવાદીઓના નિવાસ સ્થાનો પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સટ્રાઈકના એક અઠવાડિયા પછી સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરે કહ્યું, “જ્યાં સુધી દેશની સુરક્ષાનો મામલો છે, હું કંઈક દોઢું પણ વિચારી શકું છું..”

સંરક્ષણમંત્રીએ આ વાત ગુરુવારે ઉત્તર પ્રદેશના આગરામાં કહી હતી, જ્યાં આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે, અને જેની રાજધાની લખનઉમાં સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આવા પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે. જેમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીની સાથે સાથે સંરક્ષણમંત્રીને પણ જગ્યા આપવામાં છે, અને પાક અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈક માટે ભારતીય સેનાની પ્રશંસા પણ કરવામાં આવી છે.

સરહદ પાર જઈને કરવામાં આવેલા સર્જિકલ હુમલા વિશે સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરે કહ્યું, “આ સૌ ટકા પરફેક્ટ હુમલો હતો..” તેમને દાવો કર્યો છે કે, જ્યારે મોટા દેશો સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, તેટલી સફળતા તેમને પણ હાંસિલ નથી હોતી..” સંરક્ષણમંત્રીએ એ પણ સ્પષ્ટ કહ્યું કે સરકારને આ વિશેની કાર્યવાહીનો કોઈ પુરાવો જાહેર કરવાની જરૂર નથી, જેવું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ઘણા રાજનૈતિક પક્ષોની માંગ રહી છે.