રજાઓમાં ગોવા જવા માટે આયોજન કરી રહ્યા હોય તો. સામાન્ય દિવસોની સરખામણીએ ચૂંકવવું પડશે ત્રણ ગણું વધુ વિમાની ભાડું. કેમકે, અમદાવાદ-ગોવાનું વન-વેની ટિકીટની કિંમત ૧૩ હજારને પાર થઇ ગઈ છે. અમદાવાદ-ગોવાનું વન-વે વિમાની ભાડું સામાન્ય દિવસોમાં ૩૫૦૦ રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ ૧૫ ઓગસ્ટની રજાઓ દરમિયાન વન-વે ટિકિટ હવે ૧૩ હજારની નજીક પહોંચવામાં છે.


અન્ય રાજ્યોથી ગોવા આવનારા માટે ૭૨ કલાક સુધીનો આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ ફરજીયાત છે. ગોવાના રીસોર્ટમાં પણ સામાન્ય દિવસોની સરખાણીએ ૧૦થી ૨૦ ટકાનું ભાડું વધારે જોવા મળી રહ્યું છે.


14 ઓગરસ્ટના રોજ બીજો શનિવાર છે એટલે કે રજા છે. આ કારણે લોકો 13 ઓગસ્ટે રજા મુકીને એર ટિકિટ બૂક કરાવાવનું શરૂ કરી દીધું છે. એપ્રિલ-મે દરમિયાન કોરોનાના કેસ ખૂબ જ વધારે હતા એટલે લોકો ઉનાળાના વેકેશન દરમિયાન બહાર ફરવા જઇ શક્યા નહોતા. હાલમાં કેસ ઓછા છે એટલે અનેક પર્યટન સ્થળો હાઉસફૂલ જોવા મળે છે.


ગોવામાં વેક્સિનથી સુરક્ષિત હોય તેવી વ્યક્તિને આરટીપીસીઆર ટેસ્ટ રીપોર્ટ વિના જ પ્રવેશ આપવા પણ ગોવા સરકાર વિચારણ કરી રહી છે. કોરોનાના કેસ નિયંત્રણમાં રહ્યા તો આગામી ૮ ઓગસ્ટ સુધીમાં અમદાવાદ-ગોવાનું એરફેર ૧૫ હજારને પાર થાય તેની પણ સંભાવના છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 21 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,73,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


અત્યાર સુધી 254 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 249 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,570 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 21 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.