Encounter In Jammu And Kashmir: શનિવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનો શહીદ થયાના અહેવાલ છે. જ્યારે  એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. હાલમાં સુરક્ષાદળો દ્ધારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


એક રિપોર્ટ અનુસાર આ એન્કાઉન્ટર દરમિયાન  કોન્સ્ટેબલ સંતોષ યાદવ (1RR બટાલિયન)ને ગોળી વાગવાથી શહીદ થયા હતા. બીજી તરફ આ જ ઓપરેશનમાં ગોળી વાગવાના કારણે  સિપાહી ચવ્હાણ રોનિત તાનાજી (1RR બટાલિયન) પણ શહીદ થયા છે. શહીદ થયેલા બંને જવાનો 1 RR (રાષ્ટ્રીય રાઈફલ)ના છે. અધિકારીઓએ જણાવ્યું કે, શોપિયાના જૈનપુરા વિસ્તારમાં ચેરમાર્ગમાં આતંકવાદીઓની હાજરી વિશેની માહિતી મળ્યા બાદ વિસ્તારને સુરક્ષાદળોએ ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં છૂપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ કાર્યવાહી કરી હતી. આ અથડામણમાં બે જવાન શહીદ થયા હતા.


 દક્ષિણ કાશ્મીર એક સંવેદનશીલ વિસ્તાર છે


ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરને ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. અહીં અવારનવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતી રહે છે. નોંધનીય છે કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સુરક્ષા દળોએ શ્રીનગરમાં એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તોઇબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે જણાવ્યું કે આતંકવાદીઓ લશ્કર-એ-તૌયબા સાથે જોડાયેલા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF)ના હતા. 29 જાન્યુઆરીએ અનંતનાગમાં હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ ગનીની હત્યામાં એક આતંકવાદી સામેલ હતો.


 


જલદીથી કરી દો આ કામ, નહીં તો આ વખતે PM Kisan Samman Nidhiનો હપ્તો નહીં પડે તમારા ખાતામાં, જાણો શું કરવાનુ છે....


અમદાવાદીઓ માટે સારા સમાચારઃ હવે કોર્પોરેશન આ લોકોને આપશે વધુ 10 ટકાની ટેક્સમાં રાહત


WhatsAppમાં તમારા મેસેજને બનાવવા છે સ્ટાઇલિશ તો ફટાફટ ફોલો કરો આ ટિપ્સ, શીખો આ Hidden Feature વિશે.........


અમેરિકા જવાની લાલચ પડી ભારેઃ યુવતી પાસેથી 2.74 લાખ પડાવી લીધા, એજન્ટોએ કોલકાત્તા લઈ ગયા ને પછી તો જે કર્યું તે વાંચીને ચોંકી જશો