નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં કરેલા દેખાવના કારણે જે પી નડ્ડાને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આજે મળેલી પાર્ટીની સંસદીય બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


પીએમ મોદીએ પુષ્પગુચ્છ આપી જે પી નડ્ડાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, સુષ્મા સ્વરાજ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.


રાજનાથ સિંહે કહ્યું, ભારતીય જનતા પાર્ટીએ અમિત શાહની આગેવાનીમાં ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી. પરંતુ પીએમ મોદી દ્વારા તેમને ગૃહમંત્રીની જવાબદારી આપવામાં આવ્યા બાદ અમિત શાહે તેમના સ્થાને અન્ય કોઈને પાર્ટીના પ્રમુખ બનાવવા માટે કહ્યું હતું. ભાજપની સંસદીય બોર્ડે જે પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.