Jail Prisoners: ભારતની વસ્તી ઝડપથી વધી રહી છે. આપણા દેશની ગણતરી વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં થાય છે. જો કે, વધતી વસ્તી સાથે દેશમાં ગુનાહિત ઘટનાઓનો ગ્રાફ પણ વધ્યો છે. પોલીસ-પ્રશાસનની કાર્યવાહી બાદ કોર્ટના આદેશથી અનેક ગુનેગારો તેમની સજા પણ ભોગવી રહ્યા છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે સજા કાપી રહેલા આ ગુનેગારો જેલમાં શું કામ કરે છે?


જેલોમાં કરવું પડે છે આ કામ
તમને જણાવી દઈએ કે જેલમાં બંધ કેદીઓને તેમની યોગ્યતા અનુસાર કામ આપવામાં આવે છે. જેલમાં તમામ કેદીઓએ કોઈને કોઈ કામ કરવું પડે છે. જેમ કે કેટલાક ઉત્પાદનો બનાવવા, જેલમાં કોઈપણ નવું બાંધકામ, જેલની સફાઈ અને અન્ય કામોનો સમાવેશ થાય છે. આ કામના બદલામાં સરકાર આ કેદીઓને પૈસા પણ આપે છે.


જેલમાં મળે છે ટ્રેનિંગ 
જેલમાં બંધ કેદીઓને તેમની ક્ષમતા મુજબ પોલીસ પ્રશાસન દ્વારા તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, જ્યારે તેઓ તેમના કામમાં નિષ્ણાત બની જાય છે, ત્યારે તેમને તે કામના બદલામાં પૈસા પણ મળે છે. પોલીસ પ્રશાસન દ્વારા સમયાંતરે તાલીમ કાર્યક્રમો યોજાતા રહે છે. આ પછી કેદીઓને કામ આપવામાં આવે છે.


કેટલું મળે છે મહેનતાણું 
સરકાર જેલમાં બંધ કેદીઓને તેમના કામના બદલામાં પૈસા આપે છે. તમામ રાજ્યોમાં કેદીઓ માટે અલગ-અલગ રકમ નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશની જેલોમાં અનુભવ અને કામના આધારે રોજની રકમ 81 રૂપિયા, 60 રૂપિયા અને 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ રકમ તેમના બેંક ખાતામાં જમા થાય છે.


કેદી પૈસા કઇ રીતે મોકલે છે ઘરે ?
માહિતી અનુસાર, કેદીઓ જેલમાં કમાયેલી રકમ તેમના પરિવારના સભ્યો અથવા વકીલને ચેક દ્વારા આપી શકે છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં જેલ મેન્યુઅલના આધારે કેદીઓ માટે નાણાંની રકમ નક્કી કરવામાં આવે છે. સરકાર આ કેદીઓના કામના બદલામાં તેમના ખાતામાં પૈસા જમા કરાવે છે. જેનાથી તેઓ પોતાના પરિવારના ખર્ચાનું સંચાલન કરી શકે છે.