રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટને શુક્રવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. એરપોર્ટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખા એરપોર્ટ કોમ્પ્લેક્સની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જે બાદ સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળ્યા બાદ શુક્રવારે સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મમતા મીનાએ જણાવ્યું કે એરપોર્ટના સત્તાવાર ઈમેલ પર ધમકી મળી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન એરપોર્ટ પરિસરમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. સાયબર સેલ મેલ મોકલનારને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.


તેમણે કહ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને ડોગ સ્કવોડે એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ આ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. 


ધમકી બાદ એરપોર્ટ પર BDS, CISF અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ બે કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં એરપોર્ટ પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ પહેલા પણ 27 ડિસેમ્બરે જયપુર સહિત અડધો ડઝનથી વધુ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.