શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. આતંકીઓ સાથે અથડામણમાં સેનાના જવાનોએ એક આતંકીને ઠાર માર્યો છે. અભિયાન હાલમાં પણ ચાલું છે. હજુ પણ બે આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી સેના પાસે છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ હોવાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ રવિવારે સવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના બુગામ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. ત્યાર બાદ જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ ગઈ.

આ અગાઉ 28 જૂને બડગામમાં જ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો.