માહિતી પ્રમાણે બધા મજૂરો પશ્ચિમ બંગાળના મૂર્શિદાબાદના હતા, અને તેમનુ નામ શેખ કમરુદ્દીન, શેખ એમડી રફીક, શેખ મર્સુલિન, શેખ નિઝામુદ્દીન અને મોહમ્મદ રફીક છે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મજૂરોની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે, ''કાશ્મીરમાં નૃશંસ હત્યાઓથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. મુર્શિદાબાદના પાંચ મજૂરોનો જીવ ગયો છે. અમારા શબ્દો મૃતકના પરિવારજનોના દુઃખને દુર નથી કરી શકવાના. આ દુઃખદ ઘડીમાં પરિવાજનોને બધા પ્રકારની મદદ આપવામાં આવશે.''
હુમલામાં સામેલ આતંકીઓની ધરપકડ માટે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આ સૌથી મોટો આતંકી હુમલો છે.
મોદી સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ આતંકીઓ અને પાકિસ્તાન ગભરાઇ ગયેલા છે.