જમ્મુઃ કોરોના વાયરસના કારણે હાલ આખા દેશમાં લૉકડાઉન છે, જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર મળી રહ્યાં છે. લૉકડાઉનના કારણે કટરામાં વૈષ્ણોદૈવીમાં 400 શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. આ મામલે હાઇકોર્ટ લાલઘૂમ થઇ છે.

જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ મામલાની એક અરજી પર સુનાવણી કરતાં કોર્ટે સરકારને કડક નિર્દેશો આપ્યા છે. સોમવારેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, બિહારમાંથી વૈષ્ણોદૈવીના દર્શને આવેલા 400થી વધુ શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરાવો.



400 શ્રદ્ધાળુઓ વૈષ્ણોદૈવીના દર્શન માટે આવ્યા હતા, બિહારથી આવેલા આ શ્રદ્ધાળુઓ કટરા પાસે ફસાઇ ગયા હતા. આ મામલે હાઇકોર્ટ વીડિયો કૉન્ફરન્સિંગથી સુનાવણી હાથ ધરી હતી. આદેશ આપતા કહ્યું કે, દરેકની જરૂરિયાતોને સરકારે તાત્કાલિક ધોરણે પુરી પાડવી પડશે.



આ શ્રદ્ધાળુઓને કટરાથી પાછા મોકલવાના મામલે કોર્ટે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ અને રિયાસીની ડીએમને સુનિશ્ચિત કરવાનુ કહ્યું છે કે, આ 400 શ્રદ્ધાળુઓને તેમને રહેવા માટેની જગ્યા પરથી ના હટાવવામાં આવે.