મહારાષ્ટ્રમાં મોટો નિર્ણય, કોરોનાથી કોઇપણ ધર્મનો મરશે તો તેના મૃતદેહને સળગાવવામાં આવશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Mar 2020 09:19 AM (IST)
કેરાલા અને મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ લોકોના મોત થયા છે. હવે મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારાઓના મૃતદેહોને લઇને મોટો ફેંસલો કરવામાં આવ્યો છે
મુંબઇઃ કોરોના મહામારી સંકટ ભારતમાં સતત વધી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા હાલ 1300ને પાર પહોંચી ગઇ છે. જ્યારે 38 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કેરાલા અને મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ લોકોના મોત થયા છે. હવે મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારાઓના મૃતદેહોને લઇને મોટો ફેંસલો કરવામાં આવ્યો છે. બીએમસી પ્રમુખ પ્રવિણ પરદેસીએ સોમવારે માહિતી આપી કે કોરોના વાયરસથી મરનારાઓનો કોઇપણ ધર્મ હોય. તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાથે અંતિમ સંસ્કારમાં પાંચ લોકોથી વધારેને સામે નહીં કરવા દેવામાં આવે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ 17 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. આની સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 220 પહોંચી ગઇ છે. જોકે આમાં 10 દર્દીઓ સાજા પણ થઇ ચૂક્યા છે.