નૌશેરા સબ ડિવીઝનના સરહદી ડબ્બર વિસ્તાર અને અન્ય જગ્યાઓ પર આતંકવાદીઓની શોધખોળમાં શુક્રવારે સેના અને પોલીસ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. બીજી તરફ સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સવારે છ વાગ્યા બાદ ઘરમાંથી નિકળે અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઘરે પરત ફરે. સેના અને પોલીસે લોકોને સહયોગ કરવાની અપીલ કરી છે.
સેના અને પોલીસે આતંકીઓની તપાસ માટે શુક્રવારે ડબ્બર ગામની સાથે ખેરી, ગરાત, મંગલાઈ, પોઠા ગામમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન લોકોને સંદિગ્ધ વિશે પુછપરછ કરી હતી. સેનાએ જંગલમાં પણ ઓપરેશન ચલાવ્યું હતું.