બંને મૃતકો મુંબઇના રહેવાસી હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે ગાઢ ધુમ્મસના કારણે પાયલટને રનવે દેખાયો નહીં જેથી વિમાન લગભગ 80થી 100 મીટર દૂર ખેતરમાં ક્રેશ થયું હતું. ઘટના બાદ દિલ્હીથી ચીફ ઓપરેટિંગ ઓફિસર વાયએન શર્મા સાગર પહોંચવા માટે રવાના થયા હતાં.
વિમાન દુર્ધટના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે દુખ વ્યક્ત કર્યું છે. કમલનાથે ટ્વિટ કર્યું, પ્રદેશના સાગરની ઢાનામાં વિમાન દુર્ઘટનામાં બે પાયલટની મોતના દુખદ સમાચાર મળ્યા. પરિવાર પ્રત્યે શોક અને સંવેદના. ઈશ્વર તેમને શાંતિ આપે અને પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.