શ્રીનગર:  જમ્મુ કાશ્મીરના શ્રીનગર લાવાપોરામાં CRPFની ટીમ પર આજે આંતકી હુમલો થયો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો છે અને 3 જવાન ઘાયલ થયા છે. સીઆરપીએફના પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકીઓએ E73 બટાલિયન પર હુમલો કર્યો હતો જ્યારે તે ડ્યૂટી પર જઈ રહ્યાં હતા. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ તે વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન શરું કરી દીધું છે. 


કાશ્મીરના આઈજી વિજય કુમારે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, હુમલામાં સીઆરપીએફના 1 જવાન શહીદ થઈ ગયો છે અને 3 ઈજાગ્રસ્ત છે. આ હુમલામાં લશ્કર-એ-તૈયબા સામેલ છે. 



આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ટીઆરએફ એ લીધી છે. ટીઆરએફએ કહ્યું કે હુમલો નવા એસએસપી માટે વેલકમ મેસેજ છે.  ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 19 આતંકીઓ માર્યા ગયા છે. જેમાંથી નવ એકલા શોપિયા જિલ્લામાં અને બે મુખ્ય આતંકી કમાન્ડર હતા. 


કોરોનાના વધતા કેસને લઈ રૂપાણીનું મોટું નિવેદન, હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી.....