મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે ઝડપથી તેના પર નિયંત્રણ લગાવાવમાં આવે. તેના માટે સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. જ્યારે સ્વાસ્ત્ય વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે 4 એપ્રિલ સુધી રાજ્યમાં કોરોનાના કેસ વધીને 3 લાખ સુધી પહોંચી જશે. કોરોનાના વધતા કેસને લઈને સ્વાસ્થ્ય વિભાગે એ પણ કહ્યું કે, અનેક  જિલ્લામાં સ્વાસ્થ્ય સુવિધાઓની ઘટને કારણે આવું થશે. વિભાગ અનુસાર નાગપુર અને થાણે જિલ્લામાં કેસ ઝડપથી વધી શકે છે.


સ્વાસ્થ્ય વિભાગે આ અંદાજ હાલના આવી રહેલ કેસના આંકડાને ધ્યાનમાં રાખીને લગાવ્યો છે. વિભાગ નુસાર કોરોના વાયરસથી મરનારા દર્દીનો આંકડો પણ ઝડપથી વધી શકે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર કોરોના દર સપ્તાહે 1 ટકાના દરે વધી રહ્યો છે. રિપોર્ટ અનુસાર જો આવું જ રહ્યું તો તો રાજ્યમાં વઘારે ગંભીર સ્થિતિ ઉભી થશે.


એક સમય વો હતો જ્યારે દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા ઘટવા લાગી હતી. આ વર્ષે 1 ફેબ્રુઆરીએ કોરોનાના 8635 નવા કેસ નોંધાય હતા. એક દિવસમાં કોરોના કેસની સંખ્યાનો આ વર્ષનો સૌથી ઓછો આંકડો છે. સૌથી વધારે કેસ સપ્ટેમ્બર 2021માં નોંધાયા હતા.


25 માર્ચના દિવસે સ્વસ્થ્ય મંત્રાલયે આપેલા આંકડા અનુસાર દેશમાં 153 દિવસ બાદ રેકોર્ડ પ્રથમ વખત 53 હજારથી વધારે કોરોના કેસ આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 53 હજારથી વધુ કેસ નોધાયા હતા અને 251 લોકોના જીવ ગયા હતા. જોકે 26,409 લોકો કોરોનાથી ઠીક થયા છે. આ પહેલા 23 ઓક્ટોબર 2020ના રોજ 53,370 કોરોના કેસ નોંધાયા હતા.
આજે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,17,87,534

  • કુલ રિકવરી 1,12,31,650

  • કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,95,192 

  • કુલ મૃત્યુઆંક 1,60,692 પર પહોંચ્યો છે.


ગુજરાત સહિત આ રાજ્યોની સ્થિતિ ચિંતાજનક


દેશમાં 5 કરોડ 31 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે.  દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.  આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે. મહારાષ્ટ્રની હાલત સૌથી ચિંતાજનક છે. બુધવારે સાંજે 8 વાગ્યે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 31,855 નવા કેસ નોંધાયા છે અને 95 લોકોનાં મોત થયા છે. જ્યારે 15098 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25,64,881 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 22,62,593 લોકો સાજા થયા છે અને 53,684 લોકોના મૃત્યુ થયા છે.