શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન માતા-પિતાની અપીલ પર આતંકવાદી બનેલા પુત્રએ હથિયારો હેઠા મુકી દીધા હતા. એન્કાઉન્ટર દરમિયાન માતા-પિતાએ તેમના પુત્રને આતંકનો માર્ગ છોડવા અપીલ કરી હતી. કુલગામના હડીગામ વિસ્તારમાં આજે સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું જ્યાં માતા-પિતા અને પોલીસની અપીલ પર બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.






આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ માતા-પિતાએ પોતાના બાળકોને હથિયાર હેઠા મુકીને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી અને માતા-પિતાની વિનંતી પર તેમણે હથિયારો હેઠા મુકી દીધા હતા.  તેમની પાસેથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.


સેના અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડિફેન્સના જનસંપર્ક વિભાગના પીઆરઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરાયેલા બંને યુવાનો તાજેતરમાં જ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. તેઓ ઘરમાં છુપાયેલા હતા, તેમના માતાપિતાને બોલાવવામાં આવ્યા હતા. આ પછી બંને આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.


જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારે કહ્યું કે જો ખીણમાં દરેક માતા-પિતા તેમના બાળકોને આતંકવાદ અને હિંસાનો માર્ગ છોડવાની અપીલ કરે તો ઘણી જિંદગીઓ બચાવી શકાય છે. કારણ કે તેઓ એન્કાઉન્ટર દરમિયાન માર્યા જાય છે. આજે આત્મસમર્પણની આ ઘટનાએ બે યુવાનોના જીવ બચાવ્યા હતા.


 


નવાઝુદ્દીનની પત્ની પર છેતરપિંડીનો આરોપ, 'હોલી કાઉ'ના ક્રિએટિવ પ્રૉડ્યૂસરનો દાવો- આલિયા સિદ્દીએ 33 લાખ નથી આપ્યા


WhatsAppના ત્રણ એવા ફિચર્સ જેના આવતા જ બદલાઇ જશે યૂઝર્સનો એક્સપીરિયન્સ, જાણો શું બની જશે સરળ......


Alwar Crime: ધોળેદિવસે બેન્કમાં ઘૂસ્યા લૂંટારુઓ ને માત્ર 7 મિનીટમાં 1 કરોડ લૂંટીને ફરાર, જુઓ વીડિયો


Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે બંધાશે લગ્નના બંધનમાં, જાણો કોણ છે તેની થનારી પત્ની