અધિકારીએ જણાવ્યું કે, હુમલામાં બીએસફના બે જવાન ઘાયલ થયા હતા જેમને સોરા સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે એક જવાનને મૃત જાહેર કર્યા જ્યારે બાદમાં બીજા જવાને પણ દમ તોડ્યો હતો.
તેમણે જણાવ્યું કે, તે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાવરોને પકડવા માટે સેના દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.