સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોવિડ-19ના કારણે દુનિયાભરમાં પ્રતિલાખ 4.2 લોકોના મોત થયા છે, પરંતુ ભારતમાં આ આંકડો અલગ છે. ભારતમાં પ્રતિલાખ માત્ર 0.2 લોકોના મોત થયા. તેમણે કહ્યું કે, જો સમગ્ર દુનિયાની આબાદીને સમાવવામાં આવે તો પ્રતિ લાખમાં 62 લોકો તેનાથી પ્રભાવિત છે જ્યારે ભારતમાં કોરોનાથી પ્રતિલાખ માત્ર 7.9 લોકો પ્રભાવિત છે.
લવ અગ્રવાલે કહ્યું, ભારતમાં જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે રિકવરી રેટ 7.1 ટકા હતો, બીજા લોકડાઉ દરમિયાન 11.42 ટકા રહ્યો અને તે વધીને 26.59 ટકા થઈ ગયો. હાલમાં રિકવરી રેટ વધીને 39.62 ટકા થઈ ગયો છે. તેઓએ કહ્યું, દેશમાં કોરોના સંક્રમિત 61,149 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 42,298 લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર અત્યાર સુધીમાં 1,06,750 કેસ સામે આવ્યા છે. જ્યારે 3303 લોકોના મોત થયા છે. 42,298 લોકો રિકવર થયા છે.