શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળે બે આતંકીઓને ઠાર કર્યા છે. મંગળવારે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આતંકીઓને ઠાર માર્યા છે. આ ઘર્ષણમાં 20થી વધુ પ્રદર્શનકારીઓ અને બે જવાન ઘાયલ થઈ ગયા છે. સુરક્ષાદળને આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી ત્યાર બાદ આતંકીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તે દરમિયા ઘર્ષણ થઈ હતી.

સુરક્ષાદળે કુનડલાન ગામમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું તે દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જવાનોએ પણ જવાબી ફાયરિંગ કરતા બે આતંકીઓને ઠાર કર્યા હતા, સર્ચ ઓપરેશન દરમિયાન પ્રદર્શન કરી રહેલા 20 પ્રદર્શનકારીઓ ઘાયલ થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે કેટલાંક આંતકી હજું ઘરમાંજ છુપાયા છે.