નોઇડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્ધાટન કરશે. આ ફેક્ટરી સેમસંગ કંપનીની હશે જેનું ઉત્તરપ્રદેશમાં નોઇડા સેક્ટરમાં 81માં નિર્માણ કરાશે. સેમસંગ કંપનીની નવી યુનિટના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે સિવાય મોટી સંખ્યામાં રાજનેતાઓ જોડાશે.
વડાપ્રધાન મોદી કાર મારફતે દિલ્હીના નોઇડા જશે. મોદી સાંજે પાંચ વાગ્યાથી લઇને સાડા પાંચ વાગ્યા સુધી નોઇડામાં રહેશે. કોરિયાઇ કંપનીનું ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટું રોકાણ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રોકાણ પાંચ હજાર કરોડ રૂપિયાનું છે. સેમસંગની નવી ફેક્ટરીમાં વાર્ષિક 12 કરોડ મોબાઇલ ફોન બનવાનું લક્ષ્યાંક છે. ઉત્તરપ્રદેશ સરકારે સેમસંગની કંપનીને જીએસટીમાં રાહત આપવાનું પણ વચન આપ્યું છે.
કન્ઝૂમર ઇલેક્ટ્રોનિક્સ મામલે દુનિયાની સૌથી મોટી મોબાઇલ કંપની નોઇડામાં હશે. દેશમાં 1990ના દાયકાની શરૂઆતમાં અગાઉ ઇલેક્ટ્રોનિક નિર્માણ કેન્દ્ર સ્થાપિત થયું જેમાં 1997માં ટીવી બનાવવાની શરૂઆત થઇ હતી હાલમાં મોબાઇલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.
ગયા વર્ષે જૂનમાં દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે 4915 કરોડ રૂપિયાનું રોકાણ કરીને નોઇડાની ફેક્ટરીને વિસ્તારીત કરવાની જાહેરાત કરી હતી. જેના એક વર્ષ બાદ કંપની ઉત્પાદન માટે તૈયાર છે. કંપની હાલમાં ભારતમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવી રહી છે જે આ ફેક્ટરી શરૂ થતાં 12 કરોડ મોબાઇલ ફોન બનાવવાની સંભાવના છે.