શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સવારે સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ બાદ તણાવની સ્થિતી સર્જાઇ છે. સુરક્ષાદળો અને સ્થાનીક લોકો વચ્ચે થયેલા ઘર્ષણમાં 8 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે સેના અનેઆતંકી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકી ઠાર મરાયા છે. ત્યાર બાદ અહીં થયેલી હિંસામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે.
પુલવામાનાના ખારપુરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરાયા છે. અને એક જવાન શહીદ થઇ ગયો છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો અને સ્થાનીય લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને સેના પર ભારે પત્થરમારો પણ થયો. સુરક્ષા દળે પોતાના બચાવ માટે કરેલી કાર્યવાહીમાં આઠ સ્થાનિક નાગરિકોના મોત થયા છે. તેના બાદ પુલવામા અને તેની આસપાસના ગામમાં તણાવની સ્થિતી છે.