શ્રીનગર: શ્રીનગર-જમ્મુ હાઈવે પર આજે એક કારમાં વિસ્ફોટ થતાં અફડાતફડી મચી ગઈ હતી. બનિહાલ પાસે જ્યારે સીઆરપીએફનો કાફલો હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક એક કારમાં ધમાકો થયો હતો. કાફલામાં સામેલ એક બસને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં કારમાં સિલિન્ડર ફાટવાના કારણે ધમાકો થયો હોવાનું સામે આવ્યું છે.



મહત્વનું છે કે સુરક્ષા દળના કાફલા સાથે કોઈ પણ સામાન્ય નાગરિકને કાર લઈ જવાની અનુમતિ નથી. પુલવામાં હુમલા બાદ જારી થયેલી એસઓપી અનુસાર સુરક્ષાદળોની મૂવમેન્ટ દરમિયા કોઈ પણ સામાન્ય વાહનને હાઈવ પર ચલાવવા પર પ્રતિબંધ લાદવમાં આવ્યો હતો.




જમ્મૂના પોલીસના સૂત્રો અનુસાર, સેન્ટ્રો કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ કારનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.