શ્રીનગર : જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો સાથે બુધવારે રાતભર ચાલેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. બન્ને આતંકી જૈશ-એ-મોહમ્મદના હોવાના કહેવામાં આવી રહ્યું છે.
એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે, સુરક્ષાદળોએ બિજબિહાડાના કાંદીપોરામાં બુધવારે ઘેરાબંદી કરી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીયોએ ફયરિંગ શરું કરી દીધી હતું. જેના બાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.
આ પહેલા જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે ભારતીય સેનાએ અથડામણમાં આતંકવાદી સંગઠન અલ બદ્રના કમાન્ડરને ઠાર કરી મોટી સફળતા મેળવી હતી.