શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે થયેલા આઈઈડી બ્લાસ્ટમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે. જેમાં એક સેના અધિકારી છે. જ્યારે એક જૂનિયર કમીશન્ડ અધિકારી અને એક જવાન ઘાયલ થયા છે. આ વિસ્ફોટ એલઓસી પર પુખેર વિસ્તારની રુપમતી ચોકી નજીક થયો હતો.
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, સંદિગ્ધ આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના નોસેરા સેક્ટરમાં સરહદ પર ચોકી કરી રહેલા સૈનિકોને નિશાન બનાવ્યા હતા. અને નિયંત્રણ રેખા નજીક આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. જેમાં એક જેસીઓ સહિત 2 જવાન ઘાયલ થઈ ગયા છે. જેમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા આઈઈડી વિસ્ફોટ અને હુમલાનો લઈને સૈનિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.