શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે થયેલી અથડામણમાં સેનાનો એક જવાન શહીદ અને જમ્મુ કાશ્મીર પોલીસના એસપીઓ શહીદ થઈ ગયા છે. જ્યારે અવંતીપોરામાં થેયલી અથડામણમાં બે આતંકીઓને પણ ઠાર કર્યા છે.


એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ ખરિયૂમાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન આતંકીઓએ ફારયિંગ શરૂ કરી દીધું હતું અને સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતા જળબાતોડ જવાબ આપ્યો હતો.


આ પહેલા સોમવારે શોપિયાંમાં સુરક્ષા દળોએ એક અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ઠાર મરાયેલા આતંકીઓ હિઝબુલ મુઝાહિદ્દીન સંગઠનના હતા. અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ આદિલ શેખના રૂપમાં થઇ હતી. તે 29 જૂન 2018ના રોજ શ્રીનગરના જવાહર નગર સ્થિત પીડિપીના તત્કાલિન ધારાસભ્ય અજાજ મીરના ઘરથી આઠ હથિયાર લૂંટવાનો આરોપી હતો.