આ પહેલા જમ્મુ-કાશ્મિર કેડરનાં અધિકારીઓની નિમણુક બીજા રાજ્યોમાં થતી ન હતી, પરંતું હવે નવા હુકમ બાદથી અહીંનાં અધિકારીઓને અન્ય રાજ્યોમાં નિમુણુક કરી શકાશે, રાજધાની દિલ્હી પણ AGMUT કેડરમાં જ આવે છે, આગામી સમયમાં દિલ્હીનાં અધિકારીઓની નિમણુક પણ જમ્મુ-કાશ્મિરમાં થઇ શકશે, ત્યાં જ જમ્મુ-કાશ્મિર કેડરનાં અધિકારીઓની નિમણુક અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમમાં થઇ શકશે.
કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મરીને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું, રાજ્યને કેન્દ્રશાસિત રાજ્ય બનાવવામાં આવ્યું હતું અને લદ્દાખને બીજો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનુન 2019 અનુસાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને IAS, IPS, અને અન્ય સેવાઓનાં અધિકારીઓને AGMUT કેડરમાં સામેલ કરાયા હતાં.