નવી દિલ્હી: કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ જેઈઈ એડવાંસ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે જેઈઈ એડવાંસ પરીક્ષા 3 જૂલાઈ 2021ના યોજાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જેઈઈ એડવાન્સ્ડ પરીક્ષા 2021ની તારીખોની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્રીય મંત્રી નિશંકે વેબિનાર દ્વારા આઈઆઈટીમાં પ્રવેશ માટે જરૂરી યોગ્યતા અને નિયમો વિશે પણ જાણકારી આપી હતી. 3 જૂલાઈ 2021ના રોજ તેની તારીખો નક્કી કરવામાં આવી હતી.



કેન્દ્રીય મંત્રી નિશંકે પોતાના સંબોધનમાં કહ્યું કે, પ્રિય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ JEE Mainsની પરીક્ષાઓની તારીખની જાહેરાત બાદ સતત તમારી સૂચનાઓ આવતી રહી છે કે, JEE એડવાન્સ્ડની પરીક્ષાઓ ક્યારે થશે, ક્યાં થશે અને તેમાં પાછળના સમય પ્રમાણે આ સમયમાં પણ છૂટની કેટલીક જોગવાઈ હશે કે નહી.

તેમણે આગળ કહ્યું છે કે, મને તમને જણાવતા ખુશી થઈ રહી છે કે, કોવિડના કારણે વિષમ પરિસ્થિતિ હતી અને આપણે તેમાંથી સંપૂર્ણ રીતે ઉભરી શક્યા નથી. આ સ્થિતિમાં JEE દ્વારા IITમાં પ્રવેશ માટે JEE એડવાન્સ્ડ પરીક્ષામાં 75 ટકા માર્કસના માપદંડ અથવા તેને આ સમય માટે પણ અમે દૂર કરી દીધા છે. જેથી તમને આ સુવિધા મળી શકે અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ શકે.

તારીખોની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે,'આ પરીક્ષા અંગે તમે જાણો છે કે તે ઘણી મહત્ત્વપૂર્ણ હોય છે. 3 જુલાઈ 2021ને આ અંગેની તારીખ નક્કી કરવામા આવી છે. તમારી પાસે હજુપણ ઘણો સમય છે. તમે આ માટે સારી રીતે તૈયારી કરી શકો છો. આ સમયમાં પરીક્ષાનું આયોજન આઈઆઈટી ખડગપુર દ્વારા કરાશે.'